ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ ડાંગ જિલ્લા આઈ.સી.ડી.એસ.વિભાગ તેમજ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે "આરોગ્ય" કાર્યક્રમ અંતર્ગત આહવા તાલુકાના 6 ગામોમા તારીખ 28મી માર્ચ થી 4થી એપ્રિલ 2023 સુધી પોષણ મેળાઓનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પોષણ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય રમતો દ્વારા બહેનોમા પોષણ અંગે જાગૃતિ ઉભી કરવાનો હતો.
આ મેળામા કુલ 412 મહિલાઓએ ભાગ લીધો હતો. સાંજેના સમયે મોટા સમુદાય સુધી પોષણ અંગે સાચી સમજ અને માહિતગાર કરવાના સંદર્ભે સ્થાનિક ભાષામા તમાસા (નાટક)નુ આયોજન હાથ ધરવામા આવ્યા હતા. જેમા અંદાજીત 3 હજારથી વધુ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પોષણ મેળાઓમા વાનગી હરીફાઈ, પોષણ અને એનિમિયા પ્રદર્શન, પોષણ ચક્ર, પોષણની સાપસીડી, લાઈટ ગેમ, કાર્ડ ગેમ દ્વારા પોષણની સમજ, પોષણયુક્ત નાગલીના બિસ્કીટ નાસ્તા વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરવામા આવી હતી. વાનગી બનાવી લાવેલા મહિલાઓ ને પ્રોત્સાહિત ઈનામનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500