બ્રિટન અને ફ્રાન્સમાં સખત ગરમી જોવા મળી રહી છે તેમ ચીનનાં કેટલાક ભાગોમાં પણ અસહ્ય ગરમી પડી રહી છે. આવા વિસ્તારમાં પારો વિક્રમી સ્તર 40 ડિગ્રીને પાર કરી ગયો છે. અસહ્ય ગરમીના કારણે ઘરમાં પંખા અને એર કન્ડીશનરનો વપરાશ વધતા વીજળીની માંગ વધી છે. વધી રહેલી વીજ માંગના કારણે સ્થાનિક પ્રશાસન તરફથી ઉધોગોને કેટલાક દિવસ રજા પાળવાનો આદેશ કરવામાં આવ્યો છે. ચીનનાં ઓટોમોબાઇલ હબ એવા ચોંગકવિંગ વિસ્તારમાં ઉધોગોને તા.24 ઓગસ્ટ સુધી ઉત્પાદનમાં કાપ મૂકવાનું જણાવાયું છે. અહીં ફોર્ડ, ઇસુઝુ, હોન્ડા જેવી કંપનીઓના કાર પ્લાન્ટ આવેલા છે.
આ ઉપરાંત ઓટો પાર્ટ, સેમી કન્ડકટર અને ઓટોમેટીવ બેટરી ઉત્પાદકો પણ છે. આ કંપનીઓ ઉત્પાદન ઘટાડશે તો તેની વૈશ્વિક અસર પણ આવી શકે છે. હાલ માત્ર પાંચ દિવસ જ વીજળીની માંગ વધતા આ પગલાં લેવાયા છે પણ જરૂર પડ્યે તે લંબાવી શકાય છે. આવી જ રીતે પાડોશી પ્રાંત સિચૂઆનમાં પણ ગરમીના કારણે ઉદ્યોગો ઉપર વીજકાપ મૂકવામાં આવતા ટોયેટા, મોબાઈલ ઉત્પાદક એપલ જેવી કંપનીઓના ઉત્પાદન ઉપર પણ અસર પડી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500