સુરત શહેરનાં ઉમરા વિસ્તારમાંથી પોલીસે બે તસ્કરોને પકડયા છે. આ બંને કચરાનું પોટલું લઈને સોસાયટીઓમાં ફરતા હતા અને લાગ મળે ત્યાં કચરો લેવાના બહાને ઘરમાં ઘૂસીને હાથ ફેરો કરતા હતા. તસ્કરો પણ અવનવા હથકંડા અપનાવીને ચોરી કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. ઉમરા પોલીસ મથક વિસ્તારમાં બે તસ્કરોએ કચરો લેવા જવાના નામે ઘરમાં ઘૂસીને ચોરી કરી હતી. ચીવટપૂર્વક થયેલી ચોરીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતાં.
પોલીસે આ ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. ઉમરા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બેને ઝડપી પાડયા હતાં. બન્ને આરોપીઓ કચરો લેવા જતા હોય તેવો થેલો રાખી ઢોંગ કરી ચોરી કરતા હતાં. થેલાની અંદર શટર ખોલવા માટેના સાધનો રાખતા હતાં. જે જગ્યા પર રેકી કરવાની હોય ત્યાં કચરો એકઠો કરી રાખતા હતાં. કોઈ અવર જવર ન હોય તેવી જગ્યાએ શટર ખોલી અંદર ઘુસી જતા હતાં. તસ્કરો ચીવટપૂર્વક ચોરી કરી ત્યાંથી નાસીને બાદમાં જગ્યાએ કચરો એકઠો કરવા લાગતા હતાં. બંને આરોપી સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પોલીસે બાતમીના આધારે સદામ રશીદ શેખ અને ઇફતારખાન મોહંમદ હારુનને ઝડપી પાડી બંને પાસેથી 3,850/- રૂપિયા પોલીસે કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application