ઉમરા અભયમ ટીમ દ્વારા ભૂલી પડેલી મહિલાને તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. એક જાગૃત્ત વ્યકિતએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી જણાવ્યું કે, સચીન રેલવે સ્ટેશન ફૂટપાથ પર એક અજાણી મહિલા આઠ વર્ષના બાળક સાથે અઠવાડિયાથી આમતેમ દિવસો વિતાવી રહી છે. તેઓને મદદની જરૂર હોય તેમ જણાઈ રહ્યું છે. જેથી અભયમ રેસક્યુ ટીમ ઉમરા સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતા તેઓ ફક્ત બિહારી ભાષા સમજતા હતા.
સુરતમાં પોતાનું સરનામું જાણતા ન હતા. પરંતુ તેમના પતિ બાપા સિતારામ મિલમા કામ કરે છે તેમ જણાવ્યું. આ મહિલા ગામથી આવી છ થી સાત દિવસ થયા હતા. તેમને કોઈનો મોબાઈલ નંબર પણ યાદ ન હતો. જેથી મહિલાને સચીન રેલવેસ્ટેશનથી લઈ પારડી ગામમાં બાપા સિતારામ મિલ પાસે લઈને ત્યાં ના સિકયુરીટીને આ મહિલાના પતિની જાણકારી માગતા તેણે પતિને ન ઓળખતા હોવાનું જણાવ્યું હતું. ધણા પ્રયત્નો બાદ મહિલાએ તેમના મોટા મામા પણ અહીં મિલમાં કામ કરે તેમ જણાવતા તેમના મામાને બોલાવ્યા હતા. તેમના મામાએ પોતાની સગી ભાણેજ હોવાનું જણાવ્યું હતું. મામાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા..
અભયમથી પ્રાપ્ત વિગતો મુજબ પીડીતાનો પતિ સાથે ઝઘડો થતા પીડિતાના પતિએ નશાની હાલતમાં તેમની પત્ની મારપીટ કરી હતી. ગુસ્સામાં મહિલા ઘર છોડી નીકળીને રિક્ષામાં બેસી ગઈ હતી. રિક્ષાવાળાએ તેમને એક જગ્યાએ ઉતાર્યા હતા. મહિલા શહેરથી તદ્દન અજાણ્યાં તેમજ તેમની પાસે ઘરનુ સરનામું કે કોઈનો મોબાઈલ નંબર ન હતો. જેથી તેઓને ઘરે પહોચાડવા મુશ્કેલ જણાતા ઘણા પ્રયત્નો બાદ મિલનું એડ્રેસ મળતા મામા સાથે વાતચીત કરી પીડીતાને તેમના ઘરે લઈ ગયા. પતિને બોલાવીને શાંતિથી સમજાવ્યા હતા. પીડિત મહિલા સાથે મારપીટ ન કરવાની પતિને તાકીદ કરવામાં આવી હતી. પરંતુ પીડીતાએ જણાવ્યું કે, તેમના પતિ ફરીને મને મારપીટ કરશે. જેથી મામાના ઘરે જવાનું કહેતા પીડીતાને તેમના પરિવારમાં મામા-મામીને ઘરે પહોચાડવામાં આવી હતી. આમ રસ્તે અટવાયેલી અજાણી મહિલાને તેમના પરિવારજન પાસે પહોચાડવાનું કાર્ય અભયમ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500