Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

  • March 15, 2023 

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની જાહેરમાં અંધાધૂન ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી. આ કેસ મામલે હવે ઉત્તરપ્રદેશની એસટીએફ ટીમ અમદાવાદ આવી પહોચી છે. શહેરની સાબરમતી જેલમાં બંધ યુપીનો કુખ્યાત ગેંગસ્ટર અને રાજકારણી અતિક અહેમદને લઈ પુરાવા એકત્ર કરવા માટે યુપીની એસટીએફ ટીમ અમદાવાદ આવી છે.


માહિતી મુજબ,ઉત્તરપ્રદેશની એસટીએફની એક ટીમ અમદાવાદ આવી છે. શહેરના સાબરમતી જેલમાં બંધ યુપીના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા યુપી એસટીએફ ટીમ અમદાવાદ આવી હોવાની માહિતી છે. યુપી એેસટીએફની ટીમને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અતિક અહેમદના કેટલાક સાગરીત તેને મળવા માટે અમદાવાદ આવ્યા હતા. આથી STF દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે અતિકના સાગરીતો કઈ હોટેલ અને મકાનમાં રોકાયા હતા અને અતિકને મળવા કોણ-કોણ આવ્યું હતું. યુપી STFની ટીમને અમદાવાદ પોલીસ દ્વારા પણ તપાસમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે.


જાણો શું છે સમગ્ર મામલો?

જણાવી દઈએ કે,સાલ 2005માં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બસપાના ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં યુપીનો કુખ્યાત ગેંગસ્ટર કમ રાજકારણી અતિક અહેમદ મુખ્ય આરોપી છે. રાજૂપાલ હત્યાકાંડમાં ઉમેશ પાલ એકમાત્ર સાક્ષી હતા. ઉમેશ પાલ એ રાજૂપાલના સાળા હતા. જો કે, 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં ઉમશ પાલની પણ હત્યા કરવામાં આવી હતી. જાહેરમાં છ જેટલા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી અને બોમ્બ ફેંકીને માત્ર 47 સેકન્ડમાં પાલની હત્યા કરી ફરાર થયા હતા.


આ હત્યાકાંડ બાદથી ગેંગસ્ટર અતિક અહેમદ અને તેની ગેંગ વિરુદ્ધ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલ મુજબ,ઉમેશ પાલની હત્યામાં યુપી પોલીસે અતીકના ભાઈ,તેની પત્ની સહિસ્તા પરવીન અને તેના પુત્ર અહઝાન અને અબાન વિરુદ્ધ FIR નોંધી છે. અતીક અહેમદના પુત્ર સહિત કુલ 14 લોકોની પણ પોલીસે પૂછપરછ માટે અટકાયત કરી હતી. આ કેસમાં આરોપીઓને પકડવા માટે પ્રયાગરાજના જોઈન્ટ સીપીના નેતૃત્વમાં કુલ 10 ટીમો બનાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application