Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા વિભાગનાં નાયબ સચિવએ દીકરીઓને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરી

  • June 13, 2023 

માહિતી વિભાગ દ્વારા સુરત, રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય માટે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવદર વર્ષે ઉજવાય છે, ત્યારે સુરત જિલ્લાની ચોર્યાસી તાલુકાની લાજપોર ગામની પ્રાથમિક શાળાઓમાં નર્મદા જળસંપતિ, પાણીપૂરવઠા અને કલ્પસર વિભાગના નાયબ સચિવશ્રી ઉમેશ પી.વસાવાની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવમાં યોજાયો હતો. જેમાં શાળાની દીકરીઓએ સ્વાગત નૃત્ય કરી પ્રવેશ લેનારા ભુલંકાઓને વધાવ્યા હતા.


મહત્વની બાબત એ છે કે લાજપોર હળપતિવાસ શાળાની ૧૬ દીકરીઓ છેલ્લા બે વર્ષથી કલા મહાકુંભની રાજ્યકક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધામાં બીજો ક્રમ મેળવી રહી છે. તેમણે ગ્રામ્ય કલા મહોત્સવમાં જિલ્લા કક્ષાએ પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ વાથી પ્રભાવિત થઈને નાયબ સચિવશ્રીએ દીકરીઓની કુશળતાને વધાવતા દાતાઓના સહયોગથી પ્રાપ્ત રોકડ ઇનામી રાશિ દિકરીઓને અર્પણ કરી પ્રોત્સાહિત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application