ઉમરપાડા તાલુકાનાં દિવતણ ગામે ઘાસચારો કાપવા ગયેલ ખેડૂતનો પગ તળાવમાં લપસી જતાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દિવતણ ગામે રહેતા ખેડૂત મૂળજીભાઈ રતાભાઇ વસાવા (ઉ.વ.55) ગામની સીમમાં આવેલા તળાવની પાળ ઉપર ઉગેલો ઘાસચારો કાપવા માટે ગયા હતા. ત્યારબાદ પરત ઘરે નહીં આવતા પરિવારજનોએ મૂળજીભાઈની શોધખોળ કરી હતી. આ દરમિયાન તળાવની પાળ ઉપરથી ચંપલ અને ઘાસ કાપવાનું દાતરડું મળી આવ્યા હતા.
જેથી પરિવારજનો અને મદદે આવેલા અન્ય લોકોએ તળાવના પાણીમાં શોધખોળ કરતા મૂળજીભાઈની લાશ મળી આવી હતી. આ ઘટના અંગે ગામના સરપંચએ ઉમરપાડા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ખેડૂતના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. તેમજ પુત્ર મુકેશભાઈ મૂળજીભાઈ વસાવાની અકસ્માતનાં બનાવ અંગેની ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application