સુરતનાં ઉમરપાડા તાલુકાનાં ઊંચવાણ ગામે રેલ્વે સ્ટેશન ફળિયામાં તીન પત્તીનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રહેલ 6 ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરપાડા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળતા પોલીસે ઊંચવાણ ગામે રેલ્વે સ્ટેશન ફળિયામાં રહેતી સંગીતાબેન મુકેશભાઈ વસાવાના ઘરે રેડ કરી હતી. તે દરમિયાન કેટલાક ઇસમો ઘરની પાછળ આવેલ પજારીમાં બેસી પૈસા વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહયા હતા.આમ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમી રહેલ દલપતભાઇ ખાનસિંગભાઇ વસાવા (રહે.સાદડાપાણી ગામ, ભાથીજી મંદિરફળીયુ, ઉમરપાડા), રાકેશભાઇ કાનજીભાઇ વસાવા (રહે.ઉચવાણ ગામ, રેલ્વે સ્ટેશન ફળીયુ, ઉમરપાડા), દિનેશભાઇ જેશીંગભાઇ વસાવા (રહે.ઉચવાણ ગામ, આઇ.ટી.આઇ ફળીયુ, ઉમરપાડા), ગુરજીભાઇ આટીયાભાઇ વસાવા (રહે.ઘાણાવડ ગામ, પટેલ ફળીયુ, ઉમરપાડા), કનુભાઇ લીમટાભાઇ ચૌધરી (રહે.ટેડગા ફળીયુ, ઉમરપાડા), મંગાભાઇ ફતેસિંગભાઇ વસાવા (રહે.કેવડી ગામ, આશ્રમ ફળીયુ, ઉમરપાડા) ના ઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી દાવ પરના તેમજ અંગઝડતીના રોકડા રૂપિયા 10,920/- તથા 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 11,920/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે જુગાર રમાડનાર મુકેશભાઇ કાનજીભાઇ વસાવા (રહે.ઉચવાણ ગામ, ઉમરપાડા) નાસી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500