ઉમરગામની 17 વર્ષીય સગીરાની હત્યા કરનારા ત્રણ પૈકી બે બાળકિશોર ઝડપાયા છે, જ્યારે મુખ્ય આરોપી ફરાર હોવાનું જિલ્લા પોલીસવડા એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ.રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મૂળ યુપી અને હાલ ઉમરગામના ગાંધી વાડીમાં રહેતી 17 વર્ષીય હેમાબેન ચંદ્રેશભાઇ યાદવ બપોરે 3:00 વાગ્યે પોતાના મોપેડ પર ટ્યુશન જવા માટે નીકળી હતી. તે દરમિયાન ઉમરગામ તાલુકાના નાની દહાડ ગામે રોડ પર ત્રણ જેટલા ઈસમો આંતરિક યુવતી નું મોપેડ ઊભું રખાવી યુવતીને ઘેરી લઇ બંને મિત્રોએ યુવતીના હાથ પકડી લીધા બાદ પ્રેમી યુવકે યુવતીના પેટ તથા શરીરના અન્ય ભાગે ચાકુના ઘા માર્યા હતા જ્યારે બંને મિત્રોએ પણ ચાકુ ના ઘા મારી હત્યા કરી ત્રણેય ઇસમો ભાગી છુટ્યા હતા.
ઘટનાની જાણ થતા ઉમરગામ ટાઉન પોલીસ વલસાડ એલસીબી એસઓજી ની ટીમે હત્યા કરનારા આરોપીની ધરપકડ કરવા માટે નાકાબંધી કરી હતી જે બાદ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ પૈકી કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
વધુમાં એસપીએ જણાવ્યું કે અગાઉ ઘણા સમયથી મિત્રતા હોવાથી વાતચીત કરતા હતા પરંતુ છેલ્લા થોડા સમયથી આરોપી પંકજ પાસવાન સાથે વાત કરવાનુ બંધ કરી દેતા તેની અદાવત રાખી આરોપી પંકજ પાસવાન નાએ તેના અન્ય બે મિત્રો સાથે મળી હાઈવેની અલગ અલગ હોટલ પરથી બે ચપ્પુ લીધા હતા. હેમા યાદવ ની હત્યા કરવાની ઘટનામાં હત્યા કરનાર મુખ્ય આરોપી પંકજ યોગેન્દ્ર પાસવાન ભાગી છુટતા પોલીસે તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે આ અંગે ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500