વલસાડ જિલ્લાનાં ઉમરગામનાં મામલતદાર રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા ચકચાર મચી જવા પામે હતી. ફરિયાદી દ્વારા ઉમરગામ મામલતદાર કચેરીમાં જમીનની વારસાઈ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. તે જમીનનો થર્ડ પાર્ટીનો દાવો મામલતદારની કોર્ટમા ચાલી રહ્યો હતો. જે જમીનમાં વારસાઈ કરાવવા તકરારી મેટર બની હતી. જે તકરારી મેટરનો નિકાલ કરવા માટે થર્ડ પાર્ટીનો ચાલી આવતા દાવાનો ફરિયાદીની તરફેણમાં હુકમ કરવા માટે મામલતદાર દ્વારા 5 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી.
ઉમરગામ મામલતદાર અમિત ઝડપિયા દ્વારા પાંચ લાખની લાંચ માગવામાં આવતા ફરિયાદી આપવા માગતા ન હતા. જેથી તેમના દ્વારા ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે ફરિયાદનાં આધારે આજરોજ સુરત રૂરલ ACBની ટીમે લાંચના છટકુ ગોઠવ્યું હતું. આ કામનાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ઉમરગામ મામલતદાર કચેરી ખાતે ACBએ ગોઠવેલા લાંચનાં છટકામાં ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયા રૂપિયા પાંચ લાખની લાંચ સ્વીકારી સ્થળ ઉપર પકડાય ગયા હતા. જોકે ઉપરોક્ત આરોપીને સુરત ગ્રામ્ય ACBની ટીમે ઉમરગામ મામતદારને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ઉમરગામમાં મામલતદાર જ પાંચ લાખની લાંચ લેતા ઝડપાતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application