ઉમરગામ રેલ્વે સ્ટેશન નજીક એપ્રિલ માસના અંતિમ સપ્તાહમાં ટ્રેક ઉપર પથ્થર મુકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર બે આરોપીને સુરત એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. જયારે બાન્દ્રા વાપી ટ્રેન દરરોજ બપોરે દોઢ કલાકે વાપી સ્ટેશને આવે છે અને ગત તા.27મી એપ્રિલના રોજ બપોરના સુમારે ટ્રેન ઉમરગામ સ્ટેશનેથી નીકળ્યા બાદ વાપી તરફ આવી રહી હતી. ત્યારે સ્ટેશન નજીક કોઇ ઇસમોએ ટ્રેન ઉથલાવવાના ઇરાદે અથવા તો ટ્રેકને નુકશાની કરવાના ઇરાદે ટ્રેક ઉપર માઇલ સ્ટોનનો મોટો પથ્થર મુકી દીધો હતો.
ટ્રેક ઉપર ટ્રેન પસાર થતા ટ્રેનના એન્જિનનો કેટલ ગાર્ડ અને ટ્રેકને નુકશાની થઇ હતી. ઘટના અંગે જાણ થતાં જ વાપી રેલવે સ્ટેશનના અધિકારી અને આરપીએફ સ્ટાફ બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવ અંગે આરપીએફના ઓન ડ્યુટી સ્ટાફએ વાપી જીઆરપીમાં ફરિયાદ નોંધાવી હતી. આમ, રેલવે એલસીબીની ટીમે આ કેસમાં તપાસ કરીને બે ભંગારિયા અક્ષય શિવરાજ હળપતિ (રહે.ભીલાડ, રેલવે સટેશન નજીક, હનુમાન મંદિર નજીક ઝૂંપડપટ્ટીમાં) અને નૂર મહમદ જિનકન શેખ (રહે.રેલવે ગરનાળા નજીક, સંજાણ)ના ઓની ધરપકડ કરી હતી. જોકે આરોપીને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવી રેલવે પોલસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500