ઉમરગામ તાલુકાના મલાવ ગામે રહેતા અશોક પ્રભુભાઈ ડાવરીયા (ઉ.વ.25) પોતાના કબ્જાની યુનીકોન મોટરસાઈકલ નંબર જીજે/05/15/ડીજે/0421 ઉપર વાપીથી ઉમરગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન યુએલ બ્રીજ ઉતરતા સુરતથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 ઉપર સામેની લેન ઉપરથી ટાટા કંપનીની ટીયાકો કાર નંબર એમપી/12/સીએ/5386ના ચાલકે કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા અને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
ત્યારબાદ કાર રોડ ડીવાઈડર કુદાવી અશોકભાઈની બાઈક સાથે અથડાઈ જતા અશોકભાઈને ગંભીર ઈજા પહોંચે હતી. જેને કારણે તેમનુ ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈએ વાપી જીઆઈડીસી પોલીસને ફરિયાદ આપતા પોલીસે કાર ચાલક સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application