યુક્રેન સાથે ચાલતા યુદ્ધમાં રશિયાને મોટો ઝાટકો લાગ્યો છે. યુક્રેને રશિયાની 60 મિસાઇલ તોડી પાડવાનો તો રશિયાએ યુક્રેનની મિસાઇલ તોડી પાડવાનો દાવો કર્યો છે. યુક્રેને રશિયાના 2 એરબેઝ પર બ્લાસ્ટ કરતા અનેક વિમાનોને નુકસાન પહોંચ્યુ છે અને તેનો એક સૈનિક પણ માર્યો ગયો છે. રશિયા સંરક્ષણ મંત્રાલયનો દાવોછે કે આ હુમાલો રશિયન યુક્રેને ડ્રોન વડે કર્યો છે. તેની સાથે તેણે યુક્રેન પર 17 સફળ ડ્રોન હુમલાનો દાવો કર્યો હતો. આ હુમલાની કેટલીક સેટેલાઇટ તસ્વીરો પણ સામે આવી છે. તેમા સ્પષ્ટ દેખાય છે કે, એકએરબસનાં અંતરે કેટલાક રશિયન જેટ્સને પણ નુકસાન પહોંચ્યું છે.
રશિયાના 2 એરબેઝ સેરાટોવ અને રિયાજાનમાં ડાયાગિલેવો એરબેઝ પર સોમવારે બ્લાસ્ટ થયા હતા. પ્રારંભમાં તો રશિયા તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું પણ તેના કેટલાક કલાકો પછી તરત જ રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલો શરૂ કરી દીધો. કીવ તરફથી વધુ એક પ્રતિકાર ક્ષમતાનું નિરુપણ કરવા યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કી મોરચાની નજીક આવેલા પૂર્વી શહેરની નજીક પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં પહેલી વખત યુક્રેને સરહદ વટાવીને રશિયાનાં પર હુમલો કરવામાં સફળતા મેળવી છે. આમ પહેલી વખત યુદ્ધ હવે યુક્રેનમાંથી રશિયાની ધરતી તરફ વળી રહ્યું છે.
ઝેલેન્સ્કીએ મોરચાની નજીક આવેલા જવાનોની મુલાકાત લઈને તેમનો જુસ્સો વધારતા જણાવ્યું હતું કે, તેઓ યુક્રેનનાં સાચા હીરો છે. હું તમારા મા-બાપનો ઋણી છું. યુક્રેને રશિયા પર કરેલો હુમલો તે તેની સરહદથી બીજા 500 કિ.મી. અંદર જઈને હુમલો કર્યો છે. યુક્રેનનાં આ પ્રકારનાં હુમલાનાં લીધે રશિયા વધારે અકળાયુ છે અને તેણે તેની હુમલાની તીવ્રતા પણ વધુ વધારી છે. રશિયાએ ફરીથી યુક્રેન પરનાં હુમલામાં તેની તીવ્રતા વધારે છે. આના પપગલે યુક્રેનનો મોટાભાગનો હિસ્સો અંધારામાં ડૂબી ગયો છે. તેમા પણ આકરો શિયાળો હોઈ ત્યારે ગરમીની વધારે ત્યારે વીજમથકો બંધ થવાથી લોકોની સ્થિતિ વધુ કપરી બની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500