Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુક્રેનનાં રાષટ્રપતિ ઝેલેન્સ્કીની કારનો અકસ્માત : કોઈ ગંભીર ઈજા નથી

  • September 15, 2022 

યુક્રેનનાં રાષટ્રપતિ ઝેલેન્સ્કીની કારનો રાજધાની કીવમાં અકસ્માત થઈ ગયો હતો પરંતુ આ અક્સમાતમાં તેમને કોઈ ગંભીર ઈજા નથી આવી. ઝેલેન્સ્કી કીવ જઈ રહ્યા હતા ત્યારે એક ગાડી સાથે તેમની કાર અથડાઈ હતી. તેમના પ્રવક્તાએ ગુરૂવારે જણાવ્યું કે, આ અક્સમાતમાં રાષ્ટ્રપતિ ગંભીર રીતે ઘાયલ નથી થયા. ઝેલેન્સકીનાં પ્રવક્તા નિકીફોરોવે સ્થાનિક સમય મુજબ 1:22 વાગ્યે ફેસબુક પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કીવમાં એક પેસેન્જર કાર યુક્રેનિયન રાષ્ટ્રપતિની કાર અને એસ્કોર્ટ વાહનો સાથે અથડાઈ હતી.




રાષ્ટ્રપતિની સાથે રહેલા ડોક્ટર્સે પેસેન્જર કારનાં ડ્રાઈવરને ઈમરજન્સી સહાયતા આપી અને તેમને એમ્બ્યુલન્સમાં મોકલાવી દીધા હતા. કારની ટક્કર બાદ ડોક્ટર્સે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની તપાસ કરી હતી. તેમને કોઈ ગંભીર ઈજા નથી આવી. પોલીસ ઓફિસર આ દુર્ઘટનાની બધી પરિસ્થિતિઓની તપાસ કરશે. યુક્રેનમાં યુદ્ધ એક નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. જેમાં યુક્રેની સેનાએ રશિયન સૈનિકોને પૂર્વીય વિસ્તારોમાંથી રશિયન સૈનિકોને ભગાડ્યા છે.




જે સમગ્ર ડોનબાસ પ્રદેશને કબજે કરવાની ક્રેમલિનની મહત્વાકાંક્ષા સામે ગંભીર પડકારતું નજર આવી રહ્યું છે. યુક્રેનની સેનાએ 6 મહિના બાદ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેર ઈઝિયમને રશિયન કબજામાંથી મુક્ત કરાવવામાં સફળતા મેળવી છે. શનિવારે યુક્રેનની સેના ઈઝિયમ શહેરમાં પ્રવેશી હતી. આ એક મોટી સૈન્ય જીત કરતાં પણ વધુ મહત્વની ઘટના સાબિત થઈ શકે છે.




આનાથી સ્પષ્ટ થાય છે કે, રશિયન સેનાએ છેલ્લા 6 મહિનામાં જે વિસ્તારો પર કબજો જમાવ્યો છે હવે તેના પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે યુક્રેનની સેના ઝડપથી તેમના પર વળતો હુમલો કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application