મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના ઉખલદા ગામે ‘ખેતરમાં ચારો કાપવા માટે જાવું છું કહી’ નીકળેલ મહિલા ગુમ થતાં પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ઉખલદા ગામનાં ઉતાણી ફળિયામાં રહેતા સતીષભાઈ બાલુભાઈ ચૌધરી નાઓ તારીખ 19/10/2023નાં રોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપી હતી કે, ગત તારીખ 09/10/2023નાં રોજ તેમની પત્ની આશાબેન સતીષભાઈ ચૌધરી (ઉ.વ.48) નાઓ સવારે 8 વાગે ‘ખેતરમાં ચારો કાપવા માટે જાવું છું કહી’ નીકળ્યા હતા જોકે આજદિન સુધી પરત ન આવતાં સતીષભાઈએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં વધુમાં જાણવું હતું કે, તેઓ શરીરે મજબુત બાંધાના છે, રંગે ઘઉં વર્ણી અને તેમની ઊંચાઈ આશરે સાડા પાંચ ફૂટની છે તેમજ તેમને શરીરે સફેદ અને લીલા કલરની નાઈટી પહેરેલ છે અને કલરની પટીપાલા લેંગો પહેરલ છે તથા તેઓ ગુજરાતી ભાષા જાણે છે તથા ચૌધરી બોલી જાણે છે બનાવ અંગે સોનગઢ પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application