ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે છેલ્લા બે દિવસમાં ડેમમાંથી સતત વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવતા આજે રાત્રે ૧૧ કલાકે ડેમની સપાટી ઘટીને ૩૪૦.૮૫ ફૂટ થઈ છે અને ડેમમાંથી ૧,૯૦,૧૪૬ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે ડેમમાં પાણીની આવક પણ ૨,૭૭,૫૫૧ ક્યુસેક નોંધાઈ છે.
કામરેજ તાલુકાના તટીય ૯ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું.
તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમમાંથી ગઈકાલે રાત્રી ભર ૧.૭૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આજે સાંજે ડેમની સપાટીમાં બે ફૂટ નો ઘટાડો નોંધાયો છે બે દિવસમાં બે ફૂટ જળ સપાટી ઘટાડી દેવા માટે ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને નવા પાણીની આવક સફળ વિપુલમાત્રામાં થઈ ગઈ છે જેથી આવક મુજબ ડેમમાંથી છોડાતા પાણીની માત્રા માં વધારો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
વિપુલ માત્રામાં પાણી છોડાતા તાપી નદી છલોછલ વહેવા લાગી
ઉકાઈ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ડેમમાં આજે રાત્રે ૧૧ કલાક દરમિયાન ૨,૭૭,૫૫૧ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેની સામે ડેમનુ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે પાણીની જાવક માં વધારો કરીને ૧,૯૦,૧૪૬ ક્યુસેક કરી દેવામાં આવી છે. પાણી છોડવા માટે ડેમના ૧૨ ગેટ ૬ ફુટ અને ત્રણ ગેટ ૭ ફૂટ ખોલવામાં આવ્યા છે ઉકાઈ ડેમમાં અત્યારે લાઈવ સ્ટોરેજ ૫૯૯૦.૯૮ એમસીએમ છે જ્યારે ગ્રોસ સ્ટોરેજ ૬૬૭૫.૪૭ એમસીએમ નોંધવામાં આવ્યો છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા પ્રકાશા બેરેજ માથી ૧,૧૯,૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે તેના ઉપર આવેલા હથનુર ડેમમાંથી ૬૪,૦૯૭ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન ૧૬ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતા અને સપ્ટેમ્બર માસમાં પાછોતરો વરસાદ વરસતા તાપી નદીમાં પાણી છોડવાની સત્તાધીશો ને ફરજ પડી રહી છે ઉકાઇ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે થઈ છે .
તાપી નદીમાં પાણીની વહન ક્ષમતા ત્રણ લાખ ક્યુસેક જેટલી છે સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના લોકો માટે પુરનો કોઈ ખતરો નથી માત્ર કામરેજ તાલુકાના ૯ ગામડાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.(ફોટો/કલ્પેશભાઈ વાઘમારે-ઉકાઈ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500