Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમની સપાટી ૩૪૨.૭૪ ફૂટે પહોંચી : ડેમના ૧૦ ગેટ ઓપન કરાયા, તાપી નદીમાં આટલું પાણી છોડવામાં આવ્યું

  • September 25, 2021 

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા શનિવારે બપોરે ત્રણ વાગે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૪૨.૭૪ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૮૦,૯૯૬ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે સામે ડેમનું રૂલ લેવલ ને મેન્ટેન કરવા માટે ડેમના ૨૨ ગેટ પૈકી ૯ ગેટ ચાર ફૂટ અને ૧ ગેટ અઢી ફૂટ ખોલી ડેમમાંથી ૯૮,૪૫૭ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.

 

 

 

ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા ­પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલને પાર કરીને ૩૪૨.૭૪ ઉપર પહોંચી હતી. ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. આજે બપોરે ત્રણ કલાકે ઉકાઇ ડેમમાં ૮૦,૯૯૬ ઇનફલો નોંધાયો હતો અને ડેમની જળ સપાટી વધીને ૩૪૨.૭૪ ફૂટે પહોંચી છે.

 

 

 

પ્રકાશા ડેમના ચાર ગેટ ફૂલ ઓપન, હથનુર ડેમના ડેમના ચાર ગેટ અઢી ફૂટ ઓપન કરાયા 

ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય­દેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસતા ­પ્રકાશા ડેમના ચાર ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૬૩,૮૨૧ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને પ્ર­કાશા  ડેમની જળ સપાટી બપોરે ૧૦૮.૮૦૦ મીટર નોંધાઇ છે આજ રીતે ­પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે બપોરે ૧ વાગે ૨૧૩.૬૦ મીટર નોંધાઇ છે અને ડેમના ચાર ગેટ અઢી ફૂટ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૨૪,૮૬૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.( ફોટો/વિડીયો : કલ્પેશભાઈ વાઘમારે- ઉકાઈ)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application