Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ પોલીસની કામગીરી : જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા, રૂપિયા ૫૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • October 05, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં સીંગપુર ગામનાં ડુંગળી ફળિયામાં વે બ્રિજની સામે આવેલ ઝાડ નીચે જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમતા સાત જુગારીઓને રૂપિયા ૫૦ હજારથી વધુનાં મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, ઉકાઈ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૪/૧૦/૨૦૨૪નાં રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી બીટ નંબર ૨ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સીંગપુર ગામનાં ડુંગળી ફળિયામાં વે બ્રિજની સામે રહેતા દિનેશભાઈ શાંત્યાભાઈ કોટવાળીયાના ઘર પાસે આવેલ ઝાડ નીચે જાહેરમાં કેટલાક ઈસમો પત્તાપાનાનો પૈસાનો હાર જીતનો જુગાર રમે છે.


જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યા પર પહોંચતા ત્યાં આગળ કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી પત્તાપાના ઉપર પૈસા વડે હારજીતનો જુગાર રમતા હતા જેથી તમામને કોર્ડન કરી સાત જુગારીઓને જે તે સ્થિતિમાં ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો તેમજ અંગ જડતીમાં મળેલ રોકડ રૂપિયા, મોબાઇલ, ત્રણ બાઇક અને દાવ ઉપરના રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૫૦,૨૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તમામ જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


જુગાર રમતા સ્થળ ઉપરથી ઝડપાયેલ સાત જુગારીઓ...

૧.સુનીલ ગોપાળભાઈ કોટવાળીયા (રહે.સીંગપુર ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ),

૨.રાયસીંગ ફૂલજીભાઈ કોટવાળીયા (રહે.સીંગપુર ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ),

૩.ફતેસીંગ છનાભાઈ કોટવાળીયા (રહે.સીંગપુર ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ),

૪.દિનેશ જલીયાભાઈ કોટવાળીયા (રહે.સીંગપુર ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ),

૫.વિપુલ ઉર્ફે ઉકડિયો રતિલાલભાઈ કોટવાળીયા (રહે.સીંગપુર ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ),

૬.દિનેશ શાંત્યાભાઈ કોટવાળીયા (રહે.સીંગપુર ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ) અને

૭.ઈન્તેશ ગેબુભાઈ કોટવાળીયા (રહે.સીંગપુર ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ).




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application