ઉકાઈ નજીકના સીલેટવેલ ગામનો રાહુલ ગામીત (ઉ.વ.૨૦) ઉકાઈની જે.કે. પેપર મીલમાં કામદાર તરીકે નોકરી કરતો હતો. જોકે ગત તારીખ ૧૪ના રોજ બપોરે તે પેપર મિલના એક પેકેજીંગ પેપર (બોર્ડ) બનાવવાના નવા મશીન પર કામ કરતો હતો. ત્યારે તુટી ગયેલા બોર્ડ પેપરને હાઈ પ્રેશરવાળા બે રોલર વચ્ચે પાસ કરાવવા જતા અચાનક ફરતા રોલર વચ્ચે તેના બંને હાથ આવી જતા ખભા સુધી કચડાઈ ગયો હતો. તેને તુરંત સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેના બંને હાથ કાપી સારવાર ચાલુ કરવામાં આવી છે. જોકે રાહુલ ગામીતના હાથમાં ઈન્ફેક્શન વધતુ હોવાનું જાણવા મળ્યું છે તેમજ યુવકની હાલત પણ ગંભીર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application