ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવતા આજે સવારે ૯ કલાકે ઉકાઈડેમની સપાટી ૩૪૧.૧૪ ફૂટ થઈ છે અને ડેમમાંથી ૧,૯૭,૯૫૫ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમમાં પાણીની આવક પણ ૩,૩૭,૬૪૫ ક્યુસેક નોંધાઈ છે.
તાપી નદીના ઉપરવાસમાં આવેલા પ્રકાશા અને હથનૂર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં ૩,૩૭,૬૪૫ ક્યુસેક પાણીનો જથ્થો ઠલવાય રહ્યો છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૪૫ ફૂટ છે અને નવા પાણીની આવક વિપુલમાત્રામાં થઈ ગઈ છે જેથી આવક મુજબ ડેમમાંથી છોડાતા પાણીની માત્રામાં વધારો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
ઉકાઈ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ડેમમાં આજે સવારે ૯ કલાક દરમિયાન ૩,૩૭,૬૪૫ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેની સામે ડેમનુ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે પાણીની જાવકમાં વધારો કરીને ૧,૯૭,૯૫૫ ક્યુસેક કરી દેવામાં આવી છે. તાપી નદીમાં પાણી છોડવા માટે ડેમના ૬ ગેટ ૬ ફુટ અને ૯ ગેટ ૭ ફૂટ ખોલવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા પ્રકાશા બેરેજ માથી.આજે સવારે ૮ કલાકે ડેમના ૧૫ ગેટ ફૂલ ઓપન કરી ૧,૯૮,૩૦૮ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે તેના ઉપર આવેલા હથનુર ડેમના પણ ૬ ગેટ ફુલ ઓપન કરી ડેમમાંથી ૬૩,૬૦૨ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.(ફોટો/ કલ્પેશભાઈ વાઘમારે-ઉકાઈ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500