Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Latest update : ઉકાઈ ડેમની સપાટીમાં ત્રણ ફુટનો વધારો થઈ ૩૩૭.૨૮ ફુટે પહોંચી : ડેમમાં ૨.૨૩ લાખ ક્યુસેક પાણીની આવક

  • September 09, 2021 

સુરત શહેરમાં આજે મેઘરાજાએ ઉઘાડો લીધો હોય તેમ છુટોછવાયો નોધાતા લોકોએ રાહત અનુભવી હતી.પરંતુ તાપી નદીના ઉપરવાસમાં મેઘરાજાનું જોર યથાવત રહેતા દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં સતત વિપુલ પ્રમાણમાં નવા નીર આવી રહ્યાં છે જેના પરિણામે ડેમની સપાટીમાં ત્રણ ફુટનો વધારો નોધાવાની સાથે મોડી સાંજે આઠ વાગ્યે ડેમની સપાટી ૩૩૭.૨૮ ફુટે પહોચી હતી અને ડેમમાં ૨,૨૩,૨૮૮ ક્યુસેક પાણીનો આવરો નોધાયો હતો. જે સપાટી તેના આજના રૂલ લેવલ ૩૪૦ ફુટ કરતા ત્રણ ફુટ જ દુર છે.

 

 

 

 

 

ઉકાઈ ડેમના સુત્રો પાસેથી મળતી વિગત મુજબ આજે સાંજે આઠ વાગ્યે ઉકાઈ ડેમની સપાટી ૩૩૭. ૨૮ ફુટે પહોચી છે અને ડેમમાં ૨,૨૩,૧૮૮ ક્યુસેક પાણીનો ઈનફ્લો અને ૧૦૦૦ ક્યુસેક આઉટ ફ્લો નોધાયો છે. જયારે હથનુર ડેમની સપાટી  ૨૦૯.૩૪૦ મીટર પહોચી છે.

 

 

 

 

તંત્ર દ્વારા સપાટીને મેઈનટેન્ટ કરવા માટે ડેમના ૪૧ દરવાજા પૈકી ૩૦ દરવાજા આખા ખોલી ૫૮,૨૩૪ ક્યુસેક પાણી છોડવાની શરુઆત કરી છે તેજ પ્રમાણે મહારાષ્ટ્રમાં આવેલા પ્રકાશા ડેમની સપાટી ૧૦૭.૨૦૦ મીટરે પહોચતા તંત્રવાહકોએ ડેમના ૨૭ દરવાજામાંથી ૧૬ દરવાજા ખોલીને ૧,૭૦,૮૫૩ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

 

 

 

 

આ પાણીનો જથ્થો આગામી કલાકમાં ઉકાઈડેમમાં આવનાર હોવાથી ડેમની સપાટીમાં વધારો થશે. આજે રાત્રે આઠ વાગ્યે ડેમની સપાટી ૩૩૭.૨૮ ફુટ છે જે તેના રૂલ લેવલ ૩૪૦ ફુટ કરતા ત્રણ ફુટ જ દુર છે. .

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે છેલ્લા બે ત્રણ દિવસથી ડેમમાં એક લાખ ક્યુસેક ઉપરાંત પાણીનો જથ્થો ઠલવાય રહ્યો છે જેના કારણે સપાટીમાં તબક્કાવાર વધારો થતા તંત્રએ રાહત અનુભવી છે.

 

 

 

 

આજે સાંજ પાંચ વાગ્યે ડેમમાં ૧.૪૩ લાખ ક્યુસેક આવક હતી જે સાંજે સાત વાગ્યે વધીને ૧,૭૫,૬૧૩ ક્યુસેક થઈ હતી અને આઠ વાગ્યે વઘીને ૨,૨૩,૮૮ ક્યુસેક નોધાઈ હતી. તો બીજી તરફ સુરત શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો આજે દિવસ દરમ્યાન  કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાને બાદ કરી બાકીના વિસ્તારો કોરાકટ રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application