Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમમાં ૩.૫૮ લાખ ક્યુસેક્સ પાણીની આવક વચ્ચે સપાટી ૩૨૧.૫૮ ફૂટ સપાટી નોંધાઇ

  • July 12, 2022 

ગુજરાતમાં વરસાદે તોબા પોકારી છે. લગભગ અડધા ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઉદભવી છે. ભારે વહેણને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. હજી પણ પાંચ દિવસ મેઘરાજા ધમરોળશે,ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં આજરોજ રાત્રે ૮ કલાકે ૩,૫૮,૦૭૦ (ત્રણ લાખ અઠાવન હજાર સિત્તેર) કયુસેક પાણીની આવક સાથે ૩૨૧.૫૮ ફૂટ સપાટી નોંધાઇ છે.


ઉકાઇ ડેમમાંથી ૮૦૦ ક્યુસેક પાણીનો જથ્થો કેનાલના માર્ગે છોડવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત સુર્યપુત્રી તાપી નદીના ઉપરવાસમાં વરસાદ નોંધાતા ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે અને ઉકાઇ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. સોમવારે રાત્રે ૮ કલાકે ઉકાઈ ડેમમાં ૩,૫૮,૦૭૦ (ત્રણ લાખ અઠાવન હજાર સિત્તેર) કયુસેક પાણીની આવક સાથે ૩૨૧.૫૮ સપાટી નોંધવામાં આવી છે. જ્યારે ઉકાઇ ડેમમાંથી ૮૦૦ ક્યુસેક પાણીનો જથ્થો કેનાલના માર્ગે છોડવામાં આવી રહ્યો છે.


હથનુર ડેમના ૧૬ ગેટ ફૂલ ઓપન જયારે પ્રકાશાડેમના ૨ ગેટ ફૂલ ઓપન 

આજરોજ સાંજે ૫ કલાકે હથનુરડેમની સપાટી ૨૦૮.૮૩૦ મીટર નોંધાઈ છે, ડેમના ૧૬ ગેટ ફૂલ ઓપન કરી ૧૯,૧૦૫ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જયારે આજે રાત્રે ૮ કલાકે પ્રકાશાડેમની સપાટી ૧૦૭.૯૦૦ મીટર નોંધાઈ છે, ડેમના ૨ ગેટ ફૂલ ઓપન કરી ૨૫,૭૮૫ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે,આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ડાંગ, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે તો સુરત, તાપી, વડોદરા અને, ભરૂચ માટે પણ આગાહી છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે. ગુજરાતમાં અનરાધાર વરસાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચિંતિત બન્યા છે. તેમણે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતને તમામ મદદની ખાતરી આપી છે. 

તાપી જિલ્લામાં આજરોજ સવારે ૬ વાગ્યેથી રાત્રે ૮ વાગ્યે સુધીમાં પડેલો વરસાદ
  1. વ્યારા તાલુકામાં ૯૬ મી.મી.
  2. સોનગઢ ૧૯૨ મી.મી.
  3. વાલોડ ૭૬ મી.મી.
  4. ડોલવણ ૯૨ મી.મી.
  5. ઉચ્છલ ૧૭૧ મી.મી.
  6. કુકરમુંડા ૨૫ મી.મી.
  7. નિઝરમાં ૧૯ મી.મી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News