Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમમાં ૫૩ હજાર ક્યુસેક પાણીની આવક, ડેમની સપાટી ૩૨૯.૭૯ ફૂટ

  • September 01, 2021 

ઉકાઈ ડેમના ઉપરવાસમાં જોરદાર વરસાદ પડતા પ્રકાશા ડેમ માંથી તાપી નદીમાં આજે સવારે ૮ વાગ્યે થી ૫૯,૬૨૩ ક્યુસેક પાણી છોડવામાં આવતા સાંજે ૮ વાગે ઉકાઈ ડેમની જળ સપાટી ૩૨૯.૭૯ ફૂટ ઉપર પહોંચી છે અને ડેમમાં ૫૩,૨૮૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

 

 

 

 

 

રાત્રે ૮ કલાકે ૩૨૯.૭૯ ફૂટ સપાટી નોંધાવા પામી

મળતી માહિતી અનુસાર તા.૧લી સપ્ટેમ્બર ના સાંજે ૮ કલાકે ડેમમાં ૫૩,૨૮૨ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને ડેમની જળ સપાટી ૩૨૯.૭૯ ફૂટે પહોંચી જવા પામી છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડવાને પગલે પ્રકાશા બેરેજમાંથી ૫૯,૬૨૪ ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં સતત નવા પાણીની આવક વધતા રાત્રે ૮ કલાકે ઉકાઈ ડેમમાં ૫૩,૨૮૨ ક્યુસેક પાણીનો જથ્થો કાલુભાઈ રહ્યો છે જેથી રાત્રે ૮ કલાકે ૩૨૯.૭૯ ફૂટ સપાટી નોંધાવા પામી છે.

 

 

 

 

 

ઉકાઈ ડેમમાં પાણીની આવક નોઘાઈ

સપ્ટેમ્બર માસના પ્રારંભે નવા પાણીની વિપુલ પ્રમાણમાં આવક થવા સાથે ડેમના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને સતત પાણીની આવકથી ડેમના સત્તાધીશો ડેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ઉપરાંત સિંચાઈ વિભાગના સત્તાવાર સાધનો ના જણાવ્યા મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા ગેજ સ્ટેશનો પૈકીના 15 ગેજ સ્ટેશનોમાં સારો એવો વરસાદ નોંધાયો છે જેમાં ટેસ્કા ૧૨.૮૦ મી.મી. ચિખલધરા ૧૧ મી.મી. ગોપાલ ખેડા ૦.૨૦ મી.મી. ડેડ તલાઈ ૧.૨૦ મી.મી. બુરહાનપુર ૧૪ મી.મી. યરલી ૨૦ મી.મી. હથનુર ૪૪.૨૦. ભુસાવલ ૧૦.૪૦મી.મી. ગીરગૉવ ૩૮.૪૦ મી.મી. દહીંગૉવ ૩૬.૬૦  મી.મી. દુનીયા ૬૭.૨૦ મી.મી. સાવ ખેડા ૨૪.૮૦ મી.મી.ગીધાડે  ૮૫.૮૦ મી.મી. સારંણખેડા ૬૧.૮૦ મી.મી. સાથે ઉપરવાસમાં આવેલા ગેજ સ્ટેશનોમાં કુલ મિલાવીને ૪૨૮.૮૦ મી.મી. ગતરોજ વરસાદ નોંધાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક નોઘાઈ રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application