ઉકાઈ નજીક આવેલા લીંબી ગામ પાસેથી ગેરકાયદે લઈ જવાતી 10 ભેંસ સાથે એક પીકઅપ ટેમ્પો ઝડપી લઈ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉકાઈ પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે, નવાપુર તરફથી આવતા એક પીકઅપ ટેમ્પોમાં ભેંસો ભરવામાં આવી છે અને ઝંખવાવ તરફ લઈ જવામાં આવે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો લીંબી ગામની સીમમાં હિંદુસ્તાન બ્રિજ પાસે ઉકાઈ-માંડવી રોડ પર વોચમાં હતા. તે સમયે બાતમી વાળો પીકઅપ ટેમ્પો નંબર GJ/02/XX/5004 આવતાં જોઈ તેને ઉભો રાખવી ટેમ્પોમાં તપાસ કરતાં તેમાં ખીચોખીચ સ્થિતિમાં ભરવામાં આવેલી 09 ભેંસ અને 01 પાડી મળી આવી હતી.
જોકે આ અંગે ટેમ્પો ચાલક પાસે કોઈ જાતની પરવાનગી મળી ન હતી તેમજ પોલીસે ટેમ્પો માંથી મળી આવેલા સહજાદ મહેબૂબ મુલતાની અને તાહિર મુન્ના મુલતાની (બંને રહે.મુલતાની ફળિયું, ઝંખવાવ જિ.સુરત) નાની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ ભેંસો ઝંખવાવનાં સલ્લુ ઉર્ફે સાહિલ સઇદ મુલતાની નાએ નવાપુરના જુદા-જુદા ગામો માંથી ભરાવી હતી.
તેમજ ઝંખવાવ લઈને આવવાનું કામ ચાલકને સોંપ્યું હતું. આમ, પોલીસે 50 હજારની કિંમતની 10 ભેંસ અને ટેમ્પો તથા 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,60,000 /- લાખનો મુદ્દામાલ કબ્જે કરી સલ્લુ ઉર્ફે સાહિલ નાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500