ઉધનામાં ભાઈ ને મળવા જઈ રહેલા વૃદ્ધને પૂરઝડપે હંકારતા બાઈક ચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉધનામાં હરીનગર પાસે અમૃત નગર નજીક યમુના કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઈ પરમાર (ઉ.વ.60) ગત તા.26મી સવારે વેસુ ખાતે રહેતા ભાઈને મળવા જવાનું કહીને નીકળ્યા હતા. તે સમયે ઉધના ખાતે સિટીઝન કોલેજ પાસેથી અશ્વિનભાઈ પગપાળા જતા હતા. ત્યારે પૂરઝડપે હંકારતો બાઈક ચાલક તેમને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગતરોજ રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉધના પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application