ભેસ્તાન ખાતે કચરાના ઢગલામાંથી બિનવારસી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. જોકે સૌથી દર્દનાક વાત તો એ છે હતી કે, સાડી અને બ્લાઉઝમાં લપેટીને કચરાના ઢગલામાં ફેંકવામાં આવેલી બાળકીને કુતરા અને કાગડા ખેંચતા હતા. નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ, ભેસ્તાન સીએનજી પંપ પાસે આજે સવારે કચરાના ઢગલામાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. ત્યારે કુતરા અને કાગડા એક થેલી ખેંચતા હતા.
તે સમયે ત્યાંથી કારખાને કામ કરવા જવા નીકળેલા રાહદારી ભરતભાઈ પાલની નજર ત્યાં પડી હતી. ત્યારબાદમાં તેણે કૂતરાને અને કાગડાને ત્યાંથી ભગાડ્યા પછી થેલી ખોલીની જોયું તો અંદર સાડી અને બ્લાઉઝમાં નવજત બાળકી લપેટેલી હતી અને થેલી ખોલતા જ બાળકી હલનચલન કરવા લાગી હતી અને ત્યાં ત્રણ ચાર વ્યક્તિઓ પણ ભેગા થઇ ગયા હતા. જેથી ભરતભાઈ માનવતા દાખવીને તરત 108ને જાણ કરી ત્યારે એમ્બ્યુલન્સ આવીને બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈ અજાણી મહિલા કોઈ વ્યક્તિ નિષ્ઠુરપણે નવજાતને કચરાના ઢગલામાં ફેંકીને જતા રહ્યા હતા. બનાવ અંગે પાંડેસરા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application