Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધનામાં આવેલ એક કાર શો-રૂમમાં આગ લાગતાં ભાગદોડ મચી

  • December 11, 2021 

ઉધના મગદલ્લા રોડ પર આવેલા નવજીવન હ્યુંડાઈ કારના શો-રૂમમાં એસેસરી સર્વિસ સ્ટેશનમાં રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે આગની ઝપેટમાં 3 કાર આવી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ, ઉધના મગદલ્લા રોડ પર દેવચંદ નગર પાસે શિવા આશિષ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં નવજીવન હ્યુંડાઈ કારના શો-રૂમમાં ગતરોજ રાત્રે એસેસરી સર્વિસ સેન્ટરમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી.આ આગને કારણે ત્યાં ભાગદોડ થઈ જવા પામી હતી. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસરની અને ફાયરજવાનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સર્વિસ સ્ટેશનમાં લાગેલી આગ ઉગ્ર બનતા ત્યાં માન દરવાજા, નવસારી બજાર, ડુંભાલ અને અડાજણ ફાયર સ્ટેશનની ગાડી પહોંચી ગઈ હતી અને ત્યાં સતત પાણીનો મારો ચલાવી પોણો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ દુર્ઘટનામાં 2 કાર બળી ગઈ હતી અને 1 કાર આગની ઝાળ લાગતા આવતાં નુકસાન થયું હતું. જોકે સમયસર આગ પર કાબુ મેળવી લેતા પાંચથી છ કાર સહિતના સાધન સામગ્રીઓ બચાવી લીધી હતી. આ ઉપરાંત આગને લીધે વાયરીંગ, ફર્નિચર, એસેસરી સહિતની ચીજવસ્તુઓમાં નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application