Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું

  • June 30, 2022 

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટમાં બુધવારે નવો વળાંક આવી ગયો છે. ફેસબુકના માધ્યમથી રાજ્યની જનતાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આ સાથે ઠાકરેએ વિધાન પરિષદના સભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધું છે. એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનામાં સંકટ શરૂ થયું હતું અને હવે ઠાકરેએ ખુરશી છોડી છે.


ફેસબુક પર રાજીનામાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે રાત્રે 11.10 કલાકે માતોશ્રીથી ખુદ કાર ડ્રાઇવ કરીને રાજભવન રાજ્યપાલને રાજીનામું આપવા પહોંચ્યા હતા. રાજ્યપાલને પોતાનું રાજીનામુ આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરે સીધા મંદિરે પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ આશરે અઢી વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની ખુરશી સંભાળી છે.ત્યારબાદ સરકાર પર આવેલા સંકટને ટાળવાનો ઠાકરેએ પ્રયાસ કર્યો પરંતુ બહુમત ન હોવાને કારણે વિશ્વાસ મત પહેલાં જ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્ર આદિત્ય ઠાકરે સહિત કેટલાક નેતા સાથે ખુદ કાર ચલાવી રાજભવન પહોંચ્યા હતા. રાજભવન પહોંચીને ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. 

20 જૂને મહારાષ્ટ્રમાં 10 સીટો પર યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણી બાદ એકનાથ શિંદે અચાનક કેટલાક ધારાસભ્યો સાથે ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા અને ઠાકરે સરકાર તથા શિવસેના સામે બળવો કરી દીધો હતો. સુરતથી શિંદે જૂથના ધારાસભ્યો અસમની રાજધાની ગુહાવાટી પહોંચ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રની રાજનીતિનું કેન્દ્ર ગુવાહાટીની એક ફાઇવ સ્ટાર હોટલ બની ગઈ હતી.આ વચ્ચે માહિતી મળી રહી છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપે સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી મુખ્યમંત્રી બની શકે છે.દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે પણ વાત કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application