Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંખરી ગામના નજીક ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકની હાલત ગંભીર

  • May 25, 2021 

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પાંખરી ગામના નજીક એક ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાના પાંખરી ગામ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે ઉપર એક ટાટા ટેન્કર નંબર પીબી/11/બીએ/8034ના ચાલકે બાઈકને અડફેટેમાં લેતા 28 વર્ષીય બાઈક ચાલક નિતેશભાઈ પ્રતાપભાઈ વસાવા રહે.ટોકરવા ગામ, હનુમાન ફળિયું, ઉચ્છલનાને જમણા પગે જાંઘના ભાગે ફ્રેકચર તેમજ જમણા હાથના ખભાના ભાગે તથા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત અંગે પ્રતાપભાઈ ગામીતએ ટેન્કર ચાલક વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application