ઉચ્છલ તાલુકાના ચચરબુંદા ટેકરા ઉપર નેશનલ હાઈવે નંબર-53 પર ટ્રક નંબર એમએચ/18/એએ/7737 માં ખાતર ભરી નાંદેડ થી મહારાષ્ટ્ર તરફ જઈ રહી હતી.
તે દરમિયાન આરોપી હુઝેર લાલમોહંમદ પઠાણ રહે,ઉકાઈ-સોનગઢ તથા મોહંમદ માઆઝ ઉર્ફે ટાયગર મોહંમદ અલી સૈયદ રહે,સોનગઢ, બંને જણાએ ટ્રકને રોકી હતી અને આરોપી હુઝેરે કલીનર ને બે થપ્પડ મારી ગળાના ભાગે ચાકુ મૂકી તથા ડ્રાઈવરના હાથ ના પંજા પર ચપ્પુ મૂકી ધમકી આપી જબરદસ્તી થી રૂપિયા 18 હજાર છીનવી લઈ લુંટ કરી તથા ચપ્પુ થી હાથના બાવળા ઉપર ઘા કરી ફરાર થઈ ગયા હતા અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લુંટ કર્યા ના ગુનામાં આરોપી ઝડપાઈ ગયા હતા.
આ કેસ ઉચ્છલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.એસ.વળવી દ્વારા ધારદાર રજૂઆત કરી હતી કે, આરોપી હુઝેર સતત લુંટ જેવા ગુના કરવાની ટેવવાળો હોય જેને છોડી મુકવામાં આવે તો આ પ્રકારના ગુના ફરી પાછા થયા જ કરશે તેવી શક્યતા છે. તેથી દલીલોને ધ્યાનમાં રાખી ઉચ્છલ કોર્ટના જજે સેક્શન મુજબ દરેક આરોપી ને 8 વર્ષ અને 7 માસની સજા અને રૂપિયા 8,500/- નો દંડ ની સજા ફરમાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500