Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાબદા ગામમાંથી દેશી દારૂના મુદામાલ સાથે એક શખ્સ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • June 06, 2021 

ઉચ્છલના ખાબદા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો શનિવારે સાંજના સમયે પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ખાબદા ગામમાં રહેતા સિંગાભાઈ વાડીયાભાઈ વસાવાએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે એક પ્લાસ્ટિકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે સિંગા વસાવા વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application