Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ પોલીસે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી, એક વોન્ટેડ

  • April 25, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ભડભૂંજા નાકા પોઇન્ટ ઉપર ખેખડાથી ભડભૂંજા જતા જાહેર રોડ ઉપરથી વગર પાસ પરમિટે ઇંગ્લિશ દારૂનાં જથ્થા સાથે વ્યારાના એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો મંગળવારનાં રોજ મોડી રાત્રે ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાપુરથી એક નંબર વગરની કાળા કલરની મોપેડ બાઈકમાં ઇંગ્લિશ દારૂ ભરી લાવી ભડભૂંજા ગામ તરફથી પસાર થનાર છે.


જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો ભડભૂંજા નાકા પોઇન્ટ ઉપર ખેખડાથી ભડભૂંજા જતા જાહેર રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બાતમીવાળી નંબર વગરની મોપેડ બાઈક આવતા પોલીસે લાકડી તથા ટોર્ચનાં અજવાળાથી ઉભી રખાવી હતી ત્યારબાદ પોલીસે મોપેડ ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ યાસીનભાઈ સતારશાહ ફકીર (રહે.દાદરી ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મોપેડની આગળ મુકેલ બેગમાં અને ડીકીમાં તપાસ કરતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 166 નંગ બોટલો મળી આવી હતી.


જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ પ્રોહી મુદ્દામાલ એક નવાપુરના એક પિન્યા નામના ઇસમે ભરી આપ્યો હતો જેના પુરાનામની ખબર નથી. આમ, પોલીસે નંબર વગરની મોપેડ બાઈક, ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 80,185/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application