ઉચ્છલના મોગલબારગામની બાજુમાં આવેલ સસા ગામના રોડ પર મોટર સાયકલ પાછળ બેસેલ વૃધ્ધા મોટર સાયકલ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર મળતી માહિતી અનુસાર તાપીના ઉચ્છલની બાજુમાં આવેલ મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના બેટકી ગામના રહીશ કર્માભાઈ શાંતુભાઈ વળવી ગત તા.૭મી મે નારોજ પોતાની મોટર સાયકલ નંબર એમએચ/૩૯/જે/૦૬૪૬ની લઈને સાથે મોટર સાયકલ પર પાછળ (વૃધ્ધા કૌશલબેન)ને બેસાડી ઉચ્છલના મોગલબારા ખાતે ખેતરમાં મજુરી કામ અર્થે અર્થે આવ્યા હતા.
જોકે ખેતરમાં કામ પૂર્ણ કરી સાંજે આશરે સાડા ચારેક વાગે પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન મોગલબારા ગામની બાજુમાં આવેલ સસા ગામના રસ્તા પર મોટર સાયકલ સ્પીડમાં હોવાથી કૌશલબેન મોટર સાયકલ પરથી નીચે પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઉચ્છલની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જોકે ત્યાંથી વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન કૌશલબેનનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગે જયંતીબેન ગણેશભાઈ ગાવિતની ફરિયાદના આધારે મોટર સાયકલ ચાલક વિરુદ્ધ પોલીસે તા.ચોથી મે નારોજ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500