Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ પોલીસની કામગીરી : સાત જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા

  • June 28, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં જૂની કાચલી ગામે સંતોષભાઈ અબલેશભાઈ વસાવાના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા.


તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, જૂની કાચલી ગામે સંતોષભાઈ અબલેશભાઈ વસાવાના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો ગંજીપાનાનો પૈસાવતી હાર જીતનો જુગાર રમે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતની વાળી જગ્યા પર પહોંચી રેઈડ કરતા ત્યાં સાત જુગારીઓ ગોળ કુંડાળું બનાવી ગંજી પાનાનો પૈસાવતી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. આમ, પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો તથા રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપાયેલા સાત જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



પોલીસ રેઈડ જુગાર રમતા ઝડપાઈ સાત જુગારીઓ...


1.નીતેશ કરણસિંગ વસાવા,

2.મનીષ મુકેશભાઈ વસાવા,

3.નીતિન સુરેશભાઈ વસાવા,

4.નેહલ આત્મારામભાઈ વસાવા,

5.વિજય જાતરીયાભાઈ કાથુડ,

6.નિલેશ વાસુભાઈ વસાવા અને

7.સંતોષ અબલેશભાઈ વસાવા (તમામ રહે.જૂની કાચલી ગામ, ઉચ્છલ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application