ઉચ્છલનાં સરકારી આવાસ યોજનાના પાર્કિંગમાં મુકેલી બાઈકમાંથી કોઈ અજાણ્યો ચોર 15 હજારની કિંમતનો મોબાઈલ ચોરી કરી નાસી ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. મળેલી માહિતી મુજબ ઉચ્છલ મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં મૂળ ઇડર તાલુકાના વતની રોનક ગિરીશભાઈ ચૌધરી હાલ ઉચ્છલના સરકારી બહુમાળી આવાસમાં B-18 રૂમમાં રહે છે અને તેઓ ગતરોજ સવારે પોતાની પલ્સર બાઈક લઈ બજારમાં દૂધ લેવા માટે ગયા હતાં. તે સમયે પોતાનો Oppo કંપનીનો મોબાઈલ પલ્સરના મીટર બૉકસ પર મુક્યો હતો.
તેઓ દૂધ લઈ પરત આવ્યાં બાદ બાઈક આવાસના નીચે પાર્કિંગમાં મૂકી રૂમ પર ચાલી ગયાં હતાં પણ મોબાઈલ બાઈકના મીટર પાસે જ ભૂલી ગયા હતાં. ત્યારબાદ રૂમમાં ગયાં બાદ થોડી જ મિનિટમાં મોબાઈલ યાદ આવતાં તેઓ તરત જ નીચે પાર્કિંગ માં દોડી ગયા હતાં પણ ત્યાં સુધી તો કોઈ અજાણ્યો ઈસમ રૂપિયા 15,000/-ની કિંમતનો મોબાઈલની ચોરી કરી નાસી ગયો હતો અને તપાસ કરતાં મોબાઈલ અંગે કોઈ જાણ થઈ ન હતી. બનાવ અંગે રોનકભાઈ ચૌધરી નાએ મોબાઈલ ચોરી અંગે અજાણ્યા ચોર સામે ઓનલાઈન ઇ-એફ.આઈ.આર. કરી હતી જેના આધારે ઉચ્છલ પોલીસે મોબાઈલ ચોરી અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application