Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકાએ ટાટા ગ્રુપનાં માલિકીની એર ઇન્ડિયાને 12.15 કરોડ ડોલરની ચુકવણી કરવાનો આદેશ

  • November 16, 2022 

અમેરિકાએ ટાટા ગ્રુપનાં માલિકીની એર ઇન્ડિયાને યાત્રીઓને રિફન્ડ પેટે 12.15 કરોડ ડોલરની ચુકવણી કરવા જણાવ્યું છે. બીજી તરફ યાત્રીઓને રિફંડ કરવામાં વધારે વિલંબ થવા બદલ દંડ પેટે 14 લાખ ડોલર ચુકવવાનો આદેશ આપ્યો છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાનો એવી 6 એરલાઇન્સમાં સમાવેશ થાય છે જે કુલ 60 કરોડ ડોલરનું રિફંડ ચુકવવા સંમત થઇ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેરિકાની રિફન્ડ ઓન રિકવેસ્ટ પોલિસી તેમના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ પોલિસીથી વિરુદ્ધ છે. જેમાં એરલાઇન્સને ફલાઇટ કેન્સલ અથવા ચેન્જ થવાની સ્થિતિમાં યાત્રીને કાયદાકીય રીતે રિફંડ ચુકવવું પડે છે.

તમામ કેસો જેમાં એર ઇન્ડિયાને રિફન્ડ ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે અને એરલાઇન્સ જેના માટે સંમત પણ થઇ છે તે ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવેલા અધિગ્રહણ પહેલાના છે. એક સત્તાવાર તપાસમાં સામે આવ્યું છે કે, એર ઇન્ડિયાએ પરિવહન વિભાગ પાસે દાખલ એ 1900 રિફન્ડ ફરિયાદોમાં અડધાથી વધુને પ્રોસેસ કરવામાં 100 દિવસથી વધુનો સમય લાગ્યો હતો. એર ઇન્ડિયા આ યાત્રીઓને રિફન્ડની પ્રોસેસમાં લાગતા સમયની માહિતી એજન્સીને માહિતી પૂરી પાડી શકી ન હતી. અમેરિકન પરિવહન વિભાગે જણાવ્યું છે કે, એર ઇન્ડિયાએ પોતાની રિફંડ પોલિસી છતાં યાત્રીઓને યોગ્ય સમયે રિફંડ ચુકવ્યું ન હતું.


જેના કારણે ગ્રાહકોને રિફંડ પ્રાપ્ત કરવામાં વિલંબથી નુકસાન સહન કરવું પડયું હતું. એર ઇન્ડિયા ઉપરાંત ફ્રન્ટીઅર ટેપ પોર્ટુગલ, એરો મેક્સિકો, ઇઆઇ એઆઇ અને એવિએન્કાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. ફ્રન્ટીઅરને 22.2 કરોડ ડોલર રિફંડ પેટે અને 22 લાખ ડોલર દંડ પેટે ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટેપ પોર્ટુગલને 12.65 કરોડ ડોલરનું રિફંડ અને 11 લાખ ડોલરનો દંડ, એવિએન્કાને 7.68 કરોડ ડોલરનું રિફંડ અને 7.5 લાખ ડોલરનો દંડ, ઇઆઇ એઆઇને 6.19 કરોડનું રિફંડ અને 9 લાખ ડોલરનો દંડ અને એરો મેક્સિકોને 1.36 કરોડનું રિફંડ અને 90 હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application