અમેરિકાએ ચાર ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. અમેરિકાની આ કાર્યવાહીમાં ભારત સહિત ઈરાનની 16 કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનું કારણ ઈરાનના તેલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં તેમની કથિત સંડોવણી છે. અમેરિકાના નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, પ્રતિબંધિત ભારતીય કંપનીઓમાં ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રા.લિ., બીએસએમ મરીન એલએલપી, કાસમોસ લાઈન્સ ઈન્ક અને ફ્લક્સ મેરીટાઇમ એલએલપીનો સમાવેશ થાય છે.
ચોથી ફેબ્રુઆરીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા મેમોરેન્ડમ જાહેર કર્યા પછી, ઈરાની તેલના વેચાણને લક્ષ્ય બનાવતા પ્રતિબંધોનો આ બીજો તબક્કો છે. અમેરિકાના પ્રતિબંધો પાછળનું કારણ ઈરાન પર મહત્તમ દબાણ લાવવાનું છે. અહેવાલો અનુસાર, અમેરિકા ઈરાનના તેલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથેના સંબંધો બદલ 16 કંપનીઓ અને જહાજો પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. આ ગેરકાયદે શિપિંગ નેટવર્ક ઈરાની તેલના લોડિંગ અને પરિવહનમાં તેની ભૂમિકા છુપાવીને એશિયામાં ખરીદદારો સાથે છેતરપિંડી કરી રહ્યું હતું. ઈરાનને તેની આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં આપવા માટે તેલની આવકનો ઉપયોગ કરતા અટકાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ આવા પગલાં લેવાનું ચાલુ રાખશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500