અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઓડિશાનાં બાલાસોરમાં સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ બાયડને કહ્યું કે, પ્રથમ અમેરિકી મહિલા ડૉ.ઝિલ બાયડેન અને તે ભારતમાં સર્જાયેલા ભીષણ ટ્રેન અકસ્માતથી હતપ્રભ છે. અમેરિકી પ્રમુખ જો બાયડને કહ્યું કે, અમારી પ્રાર્થના એ લોકો માટે છે જેમણે આ ભયાનક ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા અને અને અનેક લોકો ઘવાયા.
ઉલ્લેખનીય છે કે, બાયડેનની સાથે સાથે વિશ્વના અનેક લીડર્સ આ દુર્ઘટના અંગે ભારત પ્રત્યે એકજૂટતા અને સહાનુભૂતિ વ્યક્ત કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓડિશામાં કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે બાલાસોર નજીકમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. તેની સાથે અન્ય એક માલગાડી અને એક ટ્રેનનું અકસ્માત પણ થયું હતું. આ દુર્ઘટનામાં કુલ 288 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500