Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

US કોસ્ટ ગાર્ડના અધિકારીઓને ટાઈટન ‘સબમરીન’ના કાટમાળમાંથી માનવ અવશેષો મળ્યા

  • June 29, 2023 

US કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ ‘સબમરીન’ના કાટમાળથી માનવ અવશેષો મળવાની માહિતી આપી છે. ગતરોજ ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા એટલાન્ટિક મહાસાગરમાં ગયેલી ટાઇટન સબમરીનનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો હતો. ટાઇટેનિકનો કાટમાળ જોવા માટે વિશ્વના પાંચ અબજોપતિઓ 18 જૂને ટાઇટન ‘સબમરીન’માં બેસીને સમુદ્રમાં ઉતર્યા હતા. જોકે સમુદ્રમાં ઉતર્યાના 2 કલાક બાદ જ તેમનો સંપર્ક તૂટી ગયો હતો. તેને શોધવા માટે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ અને બ્રિટનના કોસ્ટ ગાર્ડ એકઠા થયા હતા. આ દરમિયાન 22 જૂનના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, ‘સબમરીન’માં વિસ્ફોટ થયો હતો અને તેમાં સવાર તમામ પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા.



હવે US કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ સબમરીનના કાટમાળમાંથી માનવ અવશેષો મળવાની માહિતી આપી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ અવશેષોને મેડિકલ ટીમને તપાસ માટે મોકલવામાં આવશે. ગતરોજ ટાઇટન ‘સબમરીન’નો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને કેનેડાના સેન્ટ જોન્સ પોર્ટ પર લવાયો હતો. US કોસ્ટ ગાર્ડે માહિતી આપી હતી કે, તે માનવ અવશેષોને અમેરિકા પરત લાવી રહ્યા છે. ટાઇટન સબમર્સિબલનો કાટમાળ ગતરોજ પાછો લાવવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડે કહ્યું કે, તેણે દરિયાઈ તળમાંથી કાટમાળ અને પુરાવા મેળવ્યા છે. આ કાટમાળમાં માનવ અવશેષો પણ સામેલ છે.



આ દરમિયાન US કોસ્ટ ગાર્ડના ચીફ કેપ્ટન જેસન ન્યુબાઉરે એક નિવેદનમાં કહ્યું કે, હું આ જરૂરી પુરાવાઓને પુનઃપ્રાપ્ત કરવામાં તમામ આંતરરાષ્ટ્રીય અને આંતર-એજન્સી સપોર્ટ માટે આભારી છું. આ ઉપરાંત US કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, US તબીબી વ્યાવસાયિકો કાટમાળમાં માનવ અવશેષો છે કે કેમ તેની તપાસ કરશે. કોસ્ટ ગાર્ડે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, ટાઇટનનો કાટમાળ પાણીની અંદર લગભગ 12,500 ફૂટ અને દરિયાના તળે ટાઇટેનિકથી લગભગ 1,600 ફૂટ દુર હતો. કોસ્ટ ગાર્ડ 18 જૂને લેન્ડિંગ દરમિયાન ‘સબમરીન’માં વિસ્ફોટ કેમ થયો તેની તપાસ કરી રહી છે. કોસ્ટ ગાર્ડે વિસ્ફોટની તપાસ માટે મરીન બોર્ડ ઓફ ઈન્કવાયરીની રચના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application