Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UPI paymentમાં ઓક્ટોબરમાં ગત મહિનાની સરખામણીએ વ્યવહારોની સંખ્યામાં નોંધપાત્ર રીતે 10 ટકાનો વધારો થયો

  • November 04, 2024 

તહેવારોની સિઝન દરમિયાન યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ સિસ્ટમ(UPI) દ્વારા થતા નાણાંકીય વ્યવહારોમાં ઉછાળો જોવા મળ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના તાજેતરના અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં દેશમાં 16.58 બિલિયન UPI વ્યવહારો થયા હતા. જેની કિંમત આશરે રૂ.23.5 લાખ કરોડની છે. જે ડિજિટલ પેમેન્ટ સેક્ટરની વધતા હતા મહત્ત્વને દર્શાવે છે. ઓક્ટોબરમાં ગત મહિનાની સરખામણીએ વ્યવહારોની સંખ્યામાં નોંધપાત્ર રીતે 10 ટકાનો વધારો થયો છે. અને તેમના મૂલ્યમાં 14 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ UPIની સગવડતા અને દેશમાં ઉપલબ્ધ સૌથી સરળ ચુકવણી પ્રક્રિયાઓમાંની એક તરીકેનું સૂચક છે. દૈનિક વ્યવહારના આધારે ઓક્ટોબરમાં રૂ.75801 કરોડના સરેરાશ ટ્રાન્ઝેક્શન મૂલ્યના 535 મિલિયન વ્યવહારો થયા હતા.


જ્યારે સપ્ટેમ્બરમાં રૂ.68800 કરોડના સરેરાશ વ્યવહાર મૂલ્ય સાથે દૈનિક સરેરાશ 501 મિલિયન વ્યવહારો થયા હતા. અન્ય પેમેન્ટ પ્લેટફોર્મ્સ જેવા કે IMPS((Immediate Payment Service)માં પણ ઓક્ટોબરમાં વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં 467 મિલિયન વ્યવહારો નોંધાયા હતા. સપ્ટેમ્બરમાં 430 મિલિયન ટ્રાન્ઝેક્શનની સરખામણીમાં આ 9 ટકાનો વધારો દર્શાવે છે. IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય અગાઉના મહિનામાં રૂ.5.65 લાખ કરોડથી 11 ટકા વધીને રૂ.6.29 લાખ કરોડ થયું છે. તેવી જ રીતે ફાસ્ટેગ દ્વારા ટ્રાન્ઝેક્શન સપ્ટેમ્બરમાં 318 મિલિયનથી 8 ટકા વધીને 345 મિલિયન થઈ ગયું છે.


જે વ્યવહારોનું મૂલ્ય રૂ.5620 કરોડથી રૂ.6115 કરોડ થયું હતું. UPI અને IMPS ઉપરાંત Aadhaar Enabled Payment System (AEPS) એ પણ ઓક્ટોબરમાં 126 મિલિયન વ્યવહારો સાથે નોંધપાત્ર ઉછાળો નોંધ્યો છે. જે સપ્ટેમ્બરમાં 100 મિલિયનથી 26 ટકા વધારે છે. વિવિધ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સમાં આ જંગી વૃદ્ધિ ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફના ઝડપી પરિવર્તનને રેખાંકિત કરે છે. આ વર્ષના પહેલા છ મહિનામાં UPI આધારિત વ્યવહારોમાં 52 ટકાનો વધારો થયો છે. જે ગયા વર્ષમાં આ સમયગાળામાં 51.9 અબજથી વધીને 78.97 અબજ થયુ છે. વધુમાં આ વ્યવહારોનું મૂલ્ય રૂ.83.16 લાખ કરોડથી 40 ટકા વધીને રૂ.116.63 લાખ કરોડ થયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News