Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UNની ચેતવણી : વિશ્વનાં કુલ 27 કરોડ લોકો ભૂખમરાને આરે, છેલ્લા બે વર્ષમાં ખાદ્ય અસુરક્ષિત લોકોની સંખ્યા બમણી થઈ

  • May 20, 2022 

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે બુધવારે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભૂખમરો નવા ઊંચા સ્તરે છે. વિશ્વના કુલ 27 કરોડ લોકો ભૂખમરાને આરે છે. તેમણે વિશ્વને ભૂખમરા સામે જંગ છેડવા કહ્યુ છે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ખાદ્ય અસુરક્ષિત લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. બે વર્ષ પહેલા આ સંખ્યા 13.5 કરોડ હતી, જે હવે બમણ થઈ 26.7 કરોડ થઈ છે. 2016 પછી આ પ્રકારના ભૂખમરાનો ભોગ બનનારા લોકોની સંખ્યામાં 500 ટકા વધારો થયો છે. તેમણે ન્યૂયોર્કમાં અમેરિકન વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેનના અધ્યક્ષપદ હેઠળ ગ્લોબલ ફૂડ સિક્યોરિટી-કોલ ટુ એક્શન દરમિયાન આ અપીલ કરી હતી.



ભારતે તાજેતરમાં જ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના લીધે લાગેલા આર્થિક ઝટકાના લીધે લોકોની આવક ઘટી છે. તેની સાથે પુરવઠા મોરચે અવરોધ વધતા ખાધ્ય સુરક્ષા પણ વધી ગઈ છે. આના લીધે વિશ્વમાં અસમાન આર્થિક સ્થિતિ જોવા મળી છે. નાણાકીય બજારો સુધી પહોંચ પ્રતિબંધિત કરી દેવાઈ છે. કેટલાક વિકાસશીલ દેશો નાદારી નોંધાવવાના આરે છે યુક્રેન અને રશિયા લગભગ વિશ્વના એક તૃતિયાંશ ઘઉંનું અને જવનું ઉત્પાદન કરે છે.



તેની સાથે સૂરજમુખીના તેલનું અડધું ઉત્પાદન કરે છે. રશિયા અને બેલારુસ પોટાશ વિશ્વના બીજા અને ત્રીજા નંબરના ઉત્પાદકમાં છે, જે ખાતર બનાવવામા મુખ્ય ઘટક છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે ચેતવણી આપતા જણાવ્યું છે કે, લાખો લોકો ખાદ્ય અસુરક્ષા, કુપોષણ, સામૂહિક ભૂખ અને દુકાળના સંકટનો સામનો કરવાના છે અને આ દુકાળ વર્ષો સુધી ચાલવાનો છે. ભૂખમરાનો ઊંચો દર વ્યક્તિઓ, કુટુંબો અને સમાજો પર વિનાશકારી પ્રભાવ છોડી જાય છે.



પોતાના ભાષણના સમાપનમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે જણાવ્યું હતું કે, ખાદ્ય, ઊર્જા અને નાણાકીય સ્થિતિને લઈને વૈશ્વિક સંકટ પ્રતિક્રિયા સમૂહ નબળા લોકો પર સંકટના પ્રભાવ પર નજર રાખી રહ્યુ છે, તેને ઓળખી રહ્યુ છે અને સમાધાન પર જોર આપી રહ્યુ છે. લાખો લોકોને ભૂખમરામાંથી બહાર કાઢવાનો એકમાત્ર માર્ગ તાત્કાલિક અને એકજૂથ થઈ કામ કરવાનો છે. અમેરિકાએ આ વૈશ્વિક સંકટને પહોંચી વળવા માટે 21.5 કરોડ ડોલરની તાત્કાલિક સહાયની જાહેરાત કરી છે અને 5.5 અબજ ડોલરની બીજી સહાય કોંગ્રેસ દ્વારા મંજૂર કરાવશે તેમ કહ્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application