Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવા તાલુકાના કરચેલીયા ગામે યૂ-વિન કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો

  • August 10, 2021 

રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૬૦ વર્ષ જૂથના અસંગઠિત કામદારોને યૂ-વિન કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અસંગઠિત કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથેનો યૂ-વિન કાર્ડ આપવામાં આવે છે. જે સંદર્ભે મહુવા તાલુકાના કરચેલીયા ગામે કોમન સર્વિસ સેન્ટર અને સી.એસ.સી. બાલ વિદ્યાલય ૧ ખાતે ૨૫૦ જેવા યૂ- વિન કાર્ડ વિતરણ કરાયા હતાં. ઉપરાંત, ટેલી કોર્સના અને સરકારના પી.એમ.જી.દિશા પ્રોજેક્ટ અંતર્ગત બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા હતાં.

 

 

 

 

સી.એસ.સી.ના ડિસ્ટ્રિક્ટ મેનેજર કુણાલભાઈએ યૂ-વિન કાર્ડના લાભ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર યુ-વિન કાર્ડ મારફતે અસંગઠિત કામદારોની માહિતી મેળવી એમને શિક્ષણ અને મેડિકલ જેવા વિવિધ ક્ષેત્રે સહયોગ આપી આગળ વધારવા માટેના અવિરત પ્રયાસો કરી રહી છે, ત્યારે પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે તેના માટે વિવિધ કેમ્પનું આયોજન કરવાની જરૂરિયાત છે. જેથી જરૂરિયાતમંદોને લાભ આપી શકાય. આ કેમ્પ સતત શરૂ રાખવામાં આવશે એમ પણ તેમણે કહ્યું હતું.

            

 

 

 

‘એક સોચ’ પ્રોજેક્ટના સંસ્થાપક રિતુ રાઠીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને યુ-વિન કાર્ડ લોકજાગૃત્તિ માટે સક્રિય થવાનો અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ યુવિન કાર્ડ વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.       

   

 

 

 

 

કાર્યક્રમમાં જિલ્લા યુવા સલાહકાર સમિતિના સામાજિક કાર્યકર દિપક જાયસ્વાલ, બાલ વિદ્યાલયના સંસ્થાપક હિરલ ગાંધી, ઉપસરપંચ કેતન પટેલ, પૂર્વ સરપંચ ભરત ગરાસિયા, બારડોલીથી શ્રમયોગી કલ્યાણ બોર્ડના નવીન પરમાર અને મહુવાના એ. બી.એલ.ઓ. પ્રભાબેન અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application