સાપુતારામાં ચેકપોસ્ટ ઉપર પોલીસે ચેકિંગ હાથ ધરતા ફોરવ્હીલમાં આવેલ બે યુવકોને એરગન સાથે ઝડપી લીધા હતા તેમજ પોલીસે એરગન, વાંસનો ડંડો અને ફોરવ્હીલ મળી કુલ રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈ સાપુતારાના SP યશપાલ જગાણીયાએ સઘન વાહન ચેકિંગ કરવા પોલીસ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.
જેથી મંગળવારની રોજ સાંજે વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્રની નંબર પ્લેટ વાળી કાર સાપુતારા ચેકપોસ્ટ પરથી પસાર થતા પોલીસને કારમાંથી એક એરગન મળી આવી હતી જેનું લાયસન્સ કે પરમિટ ના હોય પોલીસે નાશિકના બે યુવક સંદીપ રામનાથ શાનપ અને શુભમ રાજેન્દ્ર ધેપલેની ધરપકડ કરી હતી. હાલમાં ચૂંટણીનો માહોલ હોય કલેક્ટરનું જાહેરનામું હોય આ બંને યુવકો પાસે એરગન અને લાકડી મળી આવતા પોલીસે તેમની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી. આમ પોલીસે એરગન અને કાર મળી કુલ રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી સાપુતારા પોલીસને સોપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application