નવસારીનાં ઉભરાટ દરિયા કિનારે સુરતના લિંબાયતમાં રહેતા બે મિત્રો નાહવા પડતા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જેની જાણ મરોલી પોલીસને થઇ હતી. પોલીસે સુરતમાં રહેતા મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓએ આવી યુવાનોની લાશનો કબ્જો મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મહાપ્રભુનગર સોસાયટીમાં રહેતા વિજય શિવશંકર યાદવ (ઉ.વ.22) અને તેના મિત્ર અજય ભરથરી પ્રજાપતિ (ઉ.વ.21) રક્ષાબંધનના દિવસે રજા હોય મરોલીના ઉભરાટ દરિયા કિનારે ફરવા આવ્યા હતા.
તે સમયે બપોર બાદ ગરમી લાગતા તેઓ ઉભરાટના દરિયામાં નાહવા પડ્યા હતા. તેઓ ઊંડા પાણીમાં તરવા લાગતા અચાનક ઊંડા પાણીમાં ગરક થયા હતા. જેને લઇ બચાવો બચાવોની બૂમ પાડે તે પહેલા જ તેઓ ડૂબી ગયા હતા. આ બનાવની જાણ મરોલી પોલીસમાં કરતા પોલીસે દરિયા કિનારે આવીને તેમની લાશ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ બંને યુવાનો સુરતના લિંબાયતમાં રહેતા હોય તેમની સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાજારામ યાદવને જાણ કરી હતી. આ બનાવની મરોલી પોલીસના એએસઆઈ તપાસ કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application