તાપી જિલ્લામાં બે જુદાજુદાબનાવમાં નદીના પાણીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત નિપજ્યા હતા.જનિઝરના હાથનુર અને લેકુરવાડી ગામની વચ્ચેથી પસાર થતી નદી ઉપર ચેકડેમ બનાવવા આવેલ છે. હાલ વરસાદ માહોલ હોવાથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણી વહેતુ હોય, અને ગામની નજીક આવેલા જંગલમાંથી નદીના પાણીમાં નાના નાના લાકડાઓ વહીને આવતા હોય જે લાકડાને પકડીને બહાર કાડવા માટે હાથનુર ગામનો 24 વર્ષીય યુવક નદીના કૂદકો મારી દેતા વહેતા નદીના પાણીના ભમરડામાં ફસાઈ જતા યુવકનો મોત નીપજ્યું હતું.
હાથનુરના રહેવાસી ચંદ્રસિંગભાઈ તુકારામભાઈ પાડવી (ઉ.વ 24) ગત બુધવારે સાંજના સમયે ગામ પાસે લેકુરવાડી અને હાથનુર ગામની વચ્ચેથી પસાર થતી નદી ઉપર બનાવેલ ચેકડેમના સિમેન્ટની પાડી ઉપર બેસલ હતો.ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીના પાણીનું વહેણ ચાલી રહ્યું હતું જેમાં ગામની નજીક જંગલમાંથી નદીના પાણીમાં નાના-લાકડા વહીને આવતા હતા. જે લાકડાને પાણીમાંથી બહાર કાડવા માટે યુવક પાણીમાં કૂદી પડ્યો હતો પરંતુ નદીના પાણીમાં ભમરડામાં ફસાતા નદીમાં ડૂબીને મરણ થયુ હતુ.
ઉચ્છલની કરંજ નદીમાંથી 45 વર્ષીય યુવકની લાશ મળી
જયારે બીજા બનાવમાં ઉચ્છલની કરંજ નદીમાંથી 45 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. ઉચ્છલમાં ભારે વરસાદ નોંધાતા તાલુકા મથક નજીકથી વહેતી કરંજ નદીમાં બે ત્રણ દિવસથી ભારે વહેણ જોવા મળ્યું હતું અને પુર જેવી સ્થિતિ બની હતી. કરંજ નદીના બંને કાંઠે ભરપૂર પ્રમાણમાં પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. ઉચ્છલ ખાતે ના નવા ફળિયામાં રહેતાં એક ઈસમ કરંજ નદીના પુરના પાણીમાં તણાય ગયા હતાં જેમની ગુરુવારે નદીમાંથી લાશ મળી આવી હતી.
ઉચ્છલના નવા ફળિયામાં રહેતાં શ્રમજીવી એવાં વિજયભાઈ રતિયાભાઈ રાઠોડ (45) બુધવારે રાત્રીના નદી તરફ ગયા હતાં.તેઓ નદીના વહેણમાંથી પસાર થવાની કોશિશ કરી રહ્યાં હતા ત્યારે અચાનક પગ લપસી જતા તેઓ નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતાં. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં તેઓએ વિજયભાઈની શોધખોળ કરી હતી પરંતુ તેમનો પતો મળ્યો ન હતો. જોકે ગુરુવારે ઉચ્છલ માર્કેટ ફળિયાના પાછળના ભાગેથી વહેતી કરંજ નદીમાંથી વિજયભાઈ રાઠોડની લાશ મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500