Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં બે અગલ અગલ અકસ્માતનાં બનાવમાં બે યુવકોનાં મોત

  • October 26, 2024 

વલસાડ જિલ્લાનાં વાંકી નદીના સર્વીસ રોડ પાસેથી પસાર થઇ રહેલી ટ્રકની ટક્કર બાદ ટ્રકના ટાયર મોપેડ ચાલક યુવાનના ઉપરથી ફરી વળતા તેને ગંભીર ઈજા થઈ હતા. બીજા બનાવમાં ધરમપુરના પૈખેડ ગામેથી પસાર થઈ રહેલી એસ.ટી બસના ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક અને પાછળ બેઠેલા શખ્સને ઓછી વત્તી ઈજા થઈ હતી. બનાવની વિગત એવી છે કે, વલસાડ નજીકની વાંકી નદી પાસેથી પસાર થઇ રહેલી ટ્રકના ચાલક નીજામૂદીન નૂરમોહમ્મદ મન્સૂરી (રહે.૨૮/૦૧ સહનતી સી.એક.એસ બસ ડેપો પાસે મુંબઈ મહારાષ્ટ્ર મૂળ રહે ઉત્તરપ્રદેશ) હાઈવેના સર્વીસ રોડ પરથી અતુલ તરફ જતો હતો.


ત્યારે અંકુર કમલેશભાઈ આહિરની મોપેડને પાછળથી ટક્કર મારીને અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં મોપેડ ચાલક અંકુર અકસ્માતના બીજા બનાવમાં ધરમપુરના ગુંદિયા ગામના નિશાળ ફળિયામાં રહેતા રામાભાઈ લક્ષ્મણભાઈ રાઉત (ઉ.વ.૫૫) તેમના પિતરાઈ ભાઈ સંતુભાઈ ગંગાભાઈ ચૌધરી સાથે બાઈક લઈને કોસબાડી આહિર રોડ પર પટકાયા હતા અને તેઓ એજ ટ્રકના ટાયરના નીચે આવી જતા કમર અને થાપાના ભાગે ઈજા થઈ હતી. તેને સારવાર માટે વલસાડની એક હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે નવસારીની નિરાલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત સર્જનાર ટ્રકચાલકફરાર થઈ ગયો હતો. જે બાબતે કમલેશભાઈ આહિરે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


અકસ્માતના બીજા બનાવમાં ધરમપુરનાં ગુંદિયા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા રામાભાઈ લક્ષ્મણભાઈ રાઉત તેમના પિતરાઈ ભાઈ સંતુભાઈ ગંગાભાઈ ચૌધરી સાથે બાઈક લઈને કોસબાડી ગામે રહેતા રામભાઈની પુત્રીના ઘરે જવા માટે નીકળ્યા હતા બાઈક ચાલક શાંતુભાઈ ધરમપુરના પૈખેડ ગામાં રુઈપાડા ફળિયાના વળાંક પાસેથી પસાર થઈ રહ્યાં હતા. જે દરમિયાન સામેથી આવી રહેલી એસ.ટી. બસના ચાલક રમેશભાઈ મંગળભાઈ ભંવર (રહે.માંડવા તા કપરાડા) એ બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાતા ઓછી વત્તી ઈજા થઈ હતી. ઈજગ્રસ્તોને પ્રથમ સારવાર માટે ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં અને ત્યાર બાદ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાબતે ઈજાગ્રસ્ત રામભાઈના પુત્ર આનંદભાઈ રાઉતએ અકસ્માત સર્જી ફરાર થઈ જનાર એસ.ટી બસના ચાલક સામે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application