Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

KTM બાઈક સવાર યુવકો ને અકસ્માત નડ્યો : બે યુવકોના મોત

  • August 14, 2021 

ઉચ્છલના ટોકરવા પાસે બાઈક સવાર બે યુવકોને અકસ્માત નડ્યો હતો. જેમાં નિઝરના બે યુવકોના મોત નિપજ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

 

મળતી માહિતી મુજબ તા.12મી ઓગસ્ટ નારોજ નિઝર તાલુકાના વેલ્દા ગામના જલારામ ફળીયામાં રહેતો 21 વર્ષીય નુરમહમદ યુસુફ મકરાણી અને ખેરવા ગામનો 20 વર્ષીય યોગેશભાઈ ઈશ્વરભાઈ ગાવિત, બંને યુવકો નવી કેટીએમ એક બાઈક ઉપર સવાર થઇ ટોકરવા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બાઈક ચાલક નુરમહમદ મકરાણીએ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક રોડની બાજુમાં આવેલ પુલની દીવાલ સાથે ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાતા બાઈક સવાર બંને યુવકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે મોત નિપજ્યું હતું.

 

 

 

 

બનાવ અંગે યુસુફ મહમદઅલી મકરાણીની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application