Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચિત્રસ્પર્ધામાં નવસારીના બે યુવાઓ રાજયકક્ષાએ વિજેતા

  • December 11, 2020 

ગુજરાતના યુવાધનને યોગ તથા શારિરીક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્પોર્ટસ ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯) ની મહામારીના વિષમ સંજાગોમાં ફેસબુક, વ્હોટસઅપ, ઇન્સ્ટ્રાગ્રામ તથા વિડીયો ગેમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા જરૂરી છે. 

 

 

 

જેને અનુલક્ષીને સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઇઇ ટુ સ્પોર્ટસ ની નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાને મોબાઇલ ટુ સ્પોર્ટસ ફેસબુક પેજ, યુ ટયુબ ચેનલ, રેડિયો કવીઝ, ટેલિવિઝન તેમજ સોશ્યલ મિડીયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડીયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવી રહયાં છે.

 

 

 

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજય લલિતકલા અકાદમી અમદાવાદ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુકત રીતે મોબાઇલ ટુ સ્પોર્ટસ કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનોએ ભાગ લીધો હતો. જિલ્લાકક્ષાએથી પહેલા ત્રણ સ્પર્ધકોના ચિત્રો રાજયકક્ષાએ મોકલવામાં આવ્યા હતાં.

 

 

 

 

જેમાંથી ગુજરાત રાજય લલિતકલા અકાદમી અમદાવાદ ખાતે નિર્ણાયકો દ્વારા વિજેતા કુલ-૩૦ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધકો વચ્ચે રાજયકક્ષાની સ્પર્ધા તા.૩ જી ડિસેમ્બરે યોજવામાં આવી હતી. જેમાં નવસારીના જય વિનોદભાઇ ના ચિત્રને સમગ્ર રાજયમાં બીજા નંબર આવ્યો હતો. તેમને રૂ.૭૫૦૦/- તથા નયકકુમાર અશોકભાઇએ  આઠમો નંબર પ્રાપ્ત કરી રૂ.૨૫૦૦/- નું ઇનામ પ્રાપ્ત કર્યુ છે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application