Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગટર સાફ કરતી વખતે ગૂંગળામણથી બે કામદારનાં મોત, એક સારવાર હેઠળ : પોલીસે સુપરવાઇઝરની ધરપકડ કરી

  • December 07, 2022 

નવીમુંબઈનાં રબાળે MIDCમાં ગટર સાફ કરતી વખતે કેમિકલની તીવ્ર ગંધને કારણે ગૂંગળામણથી 2 કામદારો મૃત્યુ પામ્યા હતા. જયારે એક કામગારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભમાં રબાળે MIDC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને સાઇટ સુપરવાઇઝર દત્તાત્રેય ગિરધારીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, રબાળે MIDCમાં પ્રોફેબ કંપનીની સામેના રોડ પર આ ઘટના બની હતી. આ વિસ્તારની ગટર બ્લોક થઈ ગઈ હતી. આથી ગટરની સફાઈનું કામ એક કંપનીને આપવામાં આવ્યું હતું. તે મુજબ સાઈટ સુપરવાઈઝર દત્તાત્રેય ગિરધારી ચાર કામદારો સાથે ત્યાં ગયા હતા.



આ સમયે વિજય હાદસા (ઉ.વ.29), સંદીપ હાંબે (ઉ.વ.35) અને સોનોત હાદસા ગટરની ચેમ્બરમાં અંદર ઉતર્યા હતા. જ્યારે મુર્તુજા શેખ (ઉ.વ.30) મદદ કરવા ચેમ્બરની બહાર ઊભો હતો. તે સમયે ગટરમાં 3 કામગાર સફાઈ કરી રહ્યા હતા. તે જ સમયે અચાનક કેમિકલની તીવ્ર વાસ આવવા લાગી હતી. આ દુર્ગંધના કારણે તેઓ ચેમ્બરમાં બેભાન થઈને પડી ગયા હતા. આ બાબતની જાણ થયા બાદ સ્થાનિક નાગરિકોની મદદથી તેમને ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં ત્રણ જણને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.




જોકે સારવાર દરમિયાન ડોકટરોએ વિજય અને સંદીપને મૃત જાહેર કર્યા હતા. જયારે સોનોતની હાલત નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આ પ્રકરણમાં સાઈટ સુપરવાઈઝરની ધરપકડ કરી છે. કોર્ટે ગિરધારીને 8મી ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ ઘટનાને કારણે કેમિકલયુક્ત દૂષિત પાણી ગટરમાં છોડવામાં આવી રહ્યું હોવાનું ફરી બહાર આવ્યું છે. જેની ફરિયાદો કરવા છતાં ઉપેક્ષા કરવામાં આવી હતી. કેટલીક ફેક્ટરીઓ દૂષિત પાણી સીધું ગટરોમાં છોડતી હોવાથી ઝાડ અને દરિયાઈ જીવનને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application