Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મસૂરી દહેરાદૂન હાઇવે પર બસ ઊંડી ખીણમાં ખાબકતા બે મહિલાઓનાં મોત, અનેક મુસાફરો ઘાયલ

  • April 02, 2023 

મસૂરી દહેરાદૂન હાઇવે પર આજરોજ બપોરે એક બસ ખીણમાં ખાબકી હતી. જેના પગલે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ દુર્ઘટનામાં બે મહિલાઓનાં મોતના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ હોવાની માહિતી મળી છે તેમજ 19 ઘાયલોને દહેરાદૂનની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા છે. માહિતી અનુસાર આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી આ ઘટનામાં અમુક ઘાયલોને મસૂરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. ઘાયલોમાં અનેક લોકોની હાલત ગંભીર હોવાથી મૃતકાંક પણ વધવાની શક્યા છે. ઘટનાની જાણ થતાં રાહત-બચાવ કામગીરી માટે સ્થાનિકો દોડી આવ્યા હતા. બચાવ કામગીરીમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application